Home About us Gallery Contect us
The school organized
The International Day of Yoga on 21st June 2023,which is celebrated all over the world.
યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે ભક્ત્તિયોગ, ધર્મયોગ,અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે,પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જપાતંજલિનો યોગ છે.આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને
આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ.આષ્ટાંગ
યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી
વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર
કશુ જ નથી.શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં
પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાઁગ
મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ
આ પાંચ અંગોમાં સમેટાવાયો છે.આને કર્યા વગર ભવસાગર
પાર નથી કરી શકાતુ, અને જે આનેકરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે.મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર
બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.આ આઠ અંગો છે - 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા
7) ધ્યાન 8)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે -
આસન, પ્રાણાયામ, અને ધ્યાન.
પ્રાર્થના એ ભગવાન સમક્ષ માંગણી રજૂ કરવાનું કાર્ય છે!પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘પ્રાર્થના’ એટલે ભગવાન પાસેથી અલૌકિક હોય તેવી
માંગણી કરવી!જ્યારે પણ આપણે કશું ઇચ્છીએ છીએ પરંતુ તે મેળવી શકતા નથી અથવા આપણે મદદની જરૂરિયાતમાં હોઇએ અને
કોઇ પાસેથી માર્ગદર્શન મેળવવું હોય પરંતુ તે મળે નહિ ત્યારે આપણે અત્યંત શ્રદ્ધાથી, પ્રેમ અને હ્રદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરીએ
છીએ અને આપણી પ્રાર્થનાનો જવાબ ચોક્કસ મળે છે! આપણી સાચા દિલથી કરેલી પ્રાર્થના સવળા સંજોગો ભેગા કરી આપે છે.પ્રાર્થનાથી
ઉત્પન્ન થતાં સ્પંદનોની અસરથી આપણને દૈવીશક્તિઓની સહાયતા પ્રાપ્ત થાય છે. એવા ઘણા દેવ-દેવીઓ બ્રહ્માંડમાં છે કે જે કોઇપણ
વ્યક્તિ જ્યારે સાચા હ્રદયથી તેમની મદદ માંગે તો મદદ કરવા હાજર હોય છે. સાચા માર્ગની શોધ ઝંખતા હોય એવી વ્યક્તિઓને મદદ
કરવાની જગત કલ્યાણ કરવાની અદમ્ય ભાવનાને કારણે દેવ-દેવીઓએ અત્યંત પુણ્યકર્મ બાંધ્યું હોય છે અને જેથી કરીને તેઓ હાલમાં
દેવ-દેવીઓ તરીકેનું અસ્તિત્વ ધરાવે છે, શાંતિના માર્ગ અને મોક્ષ (શાશ્વત આનંદ) ના માર્ગમાં પ્રગતિ કરવા માટે ઉત્સુક એવા મુમુક્ષોને
તેઓ હંમેશા સહાય કરે છે. પરંતુ આપણે તેમની સમક્ષ માગવું પડે છે! જયારે આપણે રસ્તે જતાં વચ્ચે ભટકી જઈએ ત્યારે શું આપણે થોડી
વાર થંભી જઈને, કોઈની પાસે સાચો રસ્તો કયો છે, એવી જાણકારી પ્રાપ્ત કરતા નથી?! પ્રાર્થનામાં પણ કંઇક આવું જ હોય છે.
School Activity